Narayan Swami GujaratiPrachin Gujarati Bhajan આશા કરું છું આપની | Aasha Karu Chhu Apni Lyrics April 17, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 આશા કરું છું આપની, અન્ય કોઈ ઇચ્છા નહી કળી કાળમાં, કૃપા વિના, મુક્તિ મળે નહીં, શરણે ગયા જે સેવકો, એને ઉગારતાં ષડ્ રિપુ જો સતાવે તો, એને પણ મારતાં બગદાણામાં બિરાજતાં બીજે મળે નહી, મેરુ સમ મહાન જે, ધીરજ ધરી રહ્યાં ઇચ્છાઓને અળગી કરી, બ્રહ્મમાં ભળી ગયા મદ, મોહ, ક્રોધ, કામથી કદીએ ચળે નહી, વાતો વચન વિવેકની, મુખથી કરે ઘણાં પણ વર્તનમાં જો એકે નહીં તો, વાણી થઈ ફના બાપા એ બુદ્ધિ આપજો, જે કોઈને નડે નહી, પ્રથમ પ્રભુનું નામ છે, વિશ્વે વિચારીએ બાપા કહે એ સૌ પ્રથમ, એને સંભારીએ દુ:ખ દર્દ એના નામથી, નડતર કરે નહી, બિરાજો બજરંગદાસજી બાપા બધે તમે અણુ અણુમાં આપને, નિત્ત નિરખીયે અમે આશિષ એવી આપજો, જીવ જમથી ડરે નહી, ચતુરાઈ એવી શું કરું, કવિતા કરી નથી અંતરથી ઉપજાવીને, આપો છો શુભમતિ મારી મતિ તુજ ચરણથી પાછી ફરે નહી, સત્ સેવા, સત્ સંગથી, સુધરે ઘણાં અહીં “નારાયણ” નિત્ત જપ્યા થકી, જીવ પામે શુભગતિ બજરંગ વ્હાલા રામને, સંશય કશું નહી, Aasha Karu Chhu Apni Lyrics Narayan Swami Bhajan પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: