Gangasati BhajanPrachin Gujarati Bhajan અસલી જે સંત હોઈ તેને | Asli Je Sant Hoi Tene Lyrics | Gangasati Bhajan Lyrics October 11, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 અસલી જે સંત હોઈ તેને ચડે નહિ કોઈ દી , કપટ નહિ મનમાંહ્ય જી , ગુરુજીના વચનોને પરિપૂર્ણ સમજે , પ્રજ્ઞા પુરુષ કહેવાય જી , દેહે રે મુકે પણ વચન તૂટે નહિ ને , ગુરુજીના વચને વેચાય જી , બ્રહ્માદિક આવી જેના પારખા લેવે તોયે , આ મરજીવા જીવી જાય જી , અમરીયા બની જે નીતનીત ખેલે રે , મરવું તો આળ પંપાળ જી , ત્રીવીધીના તાપમાં જગત બળે છે પણ , એને લાગે નહિ જરી પણ જોને ઝાળ રે , જીવન મરણ ની જેણે ફેરીયું ટાળ્યું ને , લાભ ને હાની મટી જાય જી , આશાને તૃષ્ણા જેણે એકે નહિ ઉરમાં , ભક્ત પરમ એ કહેવાય રે , મનથી રે રાજી એમજ રહેજો , તો રીઝે સદા નકળંગ રાયજી , ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ , અસલી સંત એ ગણાય જી , Asli Je Sant Hoi Tene Lyrics Gangasati 52 Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: