Gangasati BhajanPrachin Gujarati Bhajan અંતરથી પુજાવાની આશા | Antarthi Pujavani Asha Lyrics July 7, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 અંતરથી પુજાવાની આશા રાખે ને , એને કેમ લાગે હરીનો સંગ રે , શિષ્ય કરવા નહિ એવા જેને , પૂરો ચઢ્યો ન હોય રંગ , એ જી રે અંતર નથી એનું ઉજળું ને , જેને મોટપણુ મન માય , તેવા ને બોધ નવ દીજીયે ને , જેની વૃતિ ભટકે આઈ ને ત્યાંઈ , રાઠથી રહેવું સદાય વેગળાને, એવાની સંગે ફજેતી થાય રે , સંકલ્પ વિકલ્પ જેને વધતા જાય ને , ભલેને કોટી કરે ઉપાય રે , એ જી એવાને ઉપદેશ કદી નવ દેવો ને , એથી ઉલટી ઉપાધી વધતી જાય રે , ગંગાસતી એમ બોલીયા રે પાનબાઈ , એવાથી દુર રહેવું સદાય રે , Antar Thi Pujavani Asha Lyrics Gangasati Panbai Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: