https://amzn.to/46sNAa0
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી,
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી
રૂઢીયે વસે છે પ્રાણ પ્યારો ,વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી ,
મન મા ગોકુળિયુ ને ,મન મા વનરાવન
મન મા યમુનાજી નો ક્યારો, વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી ,
લિપ્યુ ગુપ્યુ રે મારુ, અંતર નુ આંગણુ ,
આંગણીયે તુલસી નો ક્યારો, વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી ,
શ્યામ સલુનો મારા નયનો મા રહેતો
રાગ રાગ મા રમનારો પ્યારો,વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી ,
શ્રીજી નો રંગ મારે વૈષ્ણવ નો સંગ રે
ભવોભવ નો સથવારો પ્યારો,વલ્લભ પ્રભુ છેટો નથી રે
ઘટ માં ગિરધારી ને મન માં મુરારી ,
Ghat Ma Girdhari Ne Man Ma Lyrics