DhunGujarati DhunVaishnav Kirtan હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે | Nandlala Ne Mata Yasodaji Sambhare Lyrics December 7, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે મમતા ની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલ માં (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે સોના રૂપા ના અહિ વાસણ મજાના (2) કાસા ની થાળી મારી રહી ગઈ ગોકુલ મા (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે છપ્પન ભોગ અહી થાળ ધરાય છે (2) માખણ ને મિસરી મારી રહી ગઈ ગોકુલ મા હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે હીરા મોતીના અહી થાળ ધરાય છે (2) ગુજાની માળા મારી રહી ગઈ ગોકુલ માં (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે હીરા મોતીના અહી મુકુટ પહેરાઈ છે (2) મોરપીછ પાઘ મારી રહી ગઈ ગોકુલ માં (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે હાથીને ઘોડા અહી જુલે આંબડીયે (2) ગોરી ગોરી ગાવડી મારી રહી ગઈ ગોકુલ માં (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે તબલા સારંગીના અહી સુર સંભળાય છે (2) વાલી મારી વાંસળી રહી ગઈ ગોકુલ માં (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે રાણી પટરાણી અહી મહેલે સોહે છે (2) ગોપીયો ને રાધા મારી રહી ગઈ ગોકુલ મા (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … હે રાધાજી ને એટલું કહેજો ઓધવજી (2) અમીભરી આંખ મારી રહી ગઈ ગોકુલ મા (2) હે નંદલાલા ને માતા યશોદાજી સંભારે … પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: