https://amzn.to/46sNAa0
જાગીને જોઉં તો જગત દીસે નહિ
ઊંઘમાં અટપટા ભોગ ભાસે
ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે
બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને
પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં
અણ અણુમાહી રહ્યાં રે વળગી
ફૂલ ને ફળ તો તો વૃક્ષના જાણવાં
થડ થકી ડાળ નવ હોય અળગી …જાગીને
વેદ તો એમ વદે,શ્રુતિ સ્મૃતિ શાખ દે
કનક કુંડલ વિશે ભેદ ન હોયે
ઘાટ ઘડિયા પછી નામરૂપ જૂજવા
અંતે તો હેમ નું હેમ હોયે …જાગીને
જીવ ને શિવ તો આપ ઇચ્છાએ થયા
રચી પ્રપંચ ચૌદ લોક કીધા
ભણે નરસૈંયો એ ‘તે જ તુ’ તે જ તુ’
એને સમર્યા થી કે સંત સીધ્યા…જાગીને
Jagi Ne Jou To Lyrics
Supper
Gujarati Song Lyrics