લગ્નગીત કંકુ છાટી કંકોતરી | Kanku Chhanti Kankotari Lyrics | Lagna Geet Lyrics December 11, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કંકુ છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડીનું નામ રે માણેકથંભ રોપિયો || કેસર છાટી કંકોતરી મોકલી એમાં લખિયું લાડકડાનું નામ રે માણેકથંભ રોપિયો || પહેલી કંકોતરી કાકા ઘેર મોકલી કાકા હોંશે ભત્રિજી પરણાવો રે માણેકથંભ રોપિયો || બીજી કંકોતરી મામા ઘેર મોકલી મામા હોંશે મોસાળુ લઈ આવો રે માણેકથંભ રોપિયો || કંકુ છાટી કંકોતરી મોકલી કેસર છાટી કંકોતરી મોકલી કંકુ છાટી કંકોતરી મોકલી || પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: