લગ્નગીત મોર તારી સોનાની ચાંચ | Mor Tari Sonani Chanch Lyrics | Lagna Geet Lyrics December 10, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 મોર તારી સોનાની ચાંચ , મોર તારી રૂપા ની પાંખ સોનાની ચાંચે મોરલો મોતી ચરવા જાય … રૂપા કેરી પાંખડીએ મોરલો મોતી વીણવા જાય … મોર જાજે ઉગમણે દેશ … મોર જાજે આથમણે દેશ વળતો જાજે વેવાયુંને માંડવે હો રાજ … વેવાઈ મારા સુતા છો કે જાગો , વેવાય મારા સુતા છો જાગો મારા હોસીલા વરરાજે સીમડી ઘેરી માણારાજ … સીમડીયે કાંઈ ચમર ઢોળાવ … ચમરનો હોંશી વીરો મારો આવ્યો માણારાજ … વેવાઈ મારા સુતા હોઈ તો જાગો , વેવાય મારા સુતા હોઈ તો જાગો મારા હોંશિલા વરરાજે ઝાંપલા ઘેર્યા માણારાજ … ઝાંપે કાંઈ છાંટણા છંટાવ … ઠંડકુનો હોંશી વીરો મારો આવે માણારાજ … વેવાઈ મારા સુતા હોઈ તો જાગો , વેવાય મારા સુતા હોઈ તો જાગો મારા હોંશીલા વરરાજે શેરિયું ઘેરી માણારાજ … શેરીએ કાંઈ ફૂલ પથરાઓ … સુગંધીનો હોંશી વીરો મારો આવે માણારાજ … વેવાઈ મારા સુતા હોઈ તો જાગો , વેવાય મારા સુતા હોઈ તો જાગો મારા હોંશીલા વરરાજે માંડવો ઘેર્યો માણારાજ … માંડવડે કાંઈ લાડકી પધારાઓ … લાડકી નો હોશી વીરો મારો આવે માણારાજ … પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી લગ્નગીત ગુજરાતી ગરબા Share this: