Das Satar VaniKrishn Bhajan Gujarati કાનુડો કાળો કાળો | Kanudo Kalo Kalo Radha Chhe Gori Gori Lyrics August 6, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી , છે એક નવલ કિશોરી છે એક નવલ કિશોરી , મન વશ કરીને જોતા પ્રેમ ઝાંખી થાયે અજ્ઞાની જીવ જાય જ્યાં , માંદુ જાય દોરી , કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી , છે પ્રેમ સર્વ વ્યાપી વહેમી જનો શું જાણે અજ્ઞાની ને અનાડી , ઊંઘણસી ને અઘોરી , કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી , ઘાયલ ગતિ ને ઘાયલ જે હોય તે જ જાણે કોઈ ગયું મુજ ઘોળે દિને હૃદય ચોરી , કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી , કહે સતારશાહ પ્રેમીની છે મુનાદી પ્રીતિ કરો તો એવી , જેમ ચંદ્ર ને ચકોરી , કાનુડો કાળો કાળો રાધા છે ગોરી ગોરી , Kanudo Kalo Kalo Lyrics Janmastami Krishn Bhajan પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: