Das Satar VaniNarayan Swami GujaratiPrachin Gujarati Bhajan જિંદગાની હું ગુજારુ | Jindagani Hu Gujaru Lyrics May 1, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જિંદગાની હું ગુજારુ પ્રેમના વેપાર પર , પ્રેમ હુંડી મેં લખી છે , સદગુરુ સરકાર પર , જીવ તન મન પ્રેમની કિંમત માં મેં અર્પણ કર્યા , આ હાટ ની વસ્તુ નથી , કે જે વેચાય જે કલદાર પર , પ્રેમ પંથે ચાલવું કે ખેલવું સહેલું નથી , ખેલવું ખુલ્લા પગે જે , ખાંડા કેરી ધાર પર , પ્રેમમાં મેં જોયું તપાસી માર સાથે પ્યાર છે , પ્યાર જો આવી મળે તો , કુરબાન એવા માર પર , જીવતા જીવંત કાઢી મારી આશા રહી ગઈ હવે ફૂલડાં કાહે ચડાવો , હાટ ના અંબાર પર , હું નથી શાયર કવિ ના જાણુ પિંગલ કાયદા , દિલની ઉર્મીએ લખી છે , ગઝલ આ સરકાર પર , પ્રેમના પાઠો ભણી સતાર શાહ શું શું લખે , હું દીવાનો થઈ ગયો છું , યાર ના દીદાર પર , Jindagani Hu Gujaru Lyrics Das Satar Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: