Narayan Swami GujaratiPrachin Gujarati Bhajan મળ્યો મનુષ્ય જનમ અવતાર | Malyo Manusya Janam Avtar Lyrics March 25, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 મળ્યો મનુષ્ય જનમ અવતાર માંડ કરીને ભજ્યા નહિ ભગવાન હેત કરી ને , અંતે ખાશો યમના માર પેટ ભરીને તથી રામ નામ સંભાળ … ગઈ પળ પાછી ફેર ન આવે મૂરખ મૂઢ ગમાર , ભવસાગરની ભુલવણી માં વીતી ગયા યુગ ચાર ફેર ફરીને , તથી રામ નામ સંભાળ … જઠરાગ્નીમાં જુગતે રાખ્યા નવ માસ નિરધાર , સ્તુતિ કીધી અલબેલા ની બહાર ધર્યો અવતાર માયામાં મોહીને , તથી રામ નામ સંભાળ … કલયુગ કુડો રંગે રૂડો કહેતા ના આવે પાર , જપ તપ તીરથ કુછ નવ કીધા એક નામ આધાર કૃષ્ણ કહીને , તથી રામ નામ સંભાળ … ગુરુ નામ પાયો મનમેં સાચો યુક્તિ કરી જાદુરાઈ , ગંગદાસ કો જ્ઞાન બતાયો રામદાસ મહારાજ દયા કરીને , તથી રામ નામ સંભાળ … Malyo Manusya Janam Avtar Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: