Narayan Swami GujaratiPrachin Gujarati Bhajan રમતો જોગી રે | Ramto Jogi Re Lyrics March 26, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રમતો જોગી રે કયાંથી આવ્યો, આવી મારી નગરીમાં અલખ જગાયો રે, વેરાગણ હું તો બની. કાચી કેરી રે આંબા ડાળે, એની રક્ષા કરે કોયલરાણી રે, વેરાગણ હું તો બની. કોરી ગાગર રે ઠંડા પાણી, એવાં પાણીડાં ભરે નંદ કેરી નારી રે, વેરાગણ હું તો બની. કાન મેં કુંડળ રે જટાધારી, એને નમણું કરે નર ને નારી રે વેરાગણ હું તો બની. બોલ્યાં બોલ્યાં રે લીરબાઈ, મારા સાધુડાં અમરાપરમાં માલે રે વેરાગણ હું તો બની. Ramto Jogi Re Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: