Stuti Gujaratiગુજરાતી ગરબા મોગલ આવે નવરાત રમવા | Mogal Aave Navrat Ramva Lyrics | Bhajanbook October 14, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 મોગલ આવે,હે નવરાત રમવા, કેવા કેવા વેશે માં,માડી કેવા કેવા વેશે ! તારે ઝણણણ ઝણણણ ઝાંઝર ઝમકે ખણણણ ખણણણ કાંબી માં , ખણણણ ખણણણ કાંબી મોગલ આવે નવરાત રમવા ! તારે હાથે હેમનાં કડાં ઝળુંબે, માડી લટું મોકળી લાંબી માં તારી લટું મોકળી લાંબી મોગલ આવે નવરાત રમવા ! તું સૌને દેખે માતાજી, પણ તુજને કોઈ ન ભાળે માં મોગલ આવે નવરાત રમવા ! નવલાખુ ભેળી માતાજી, લેશે ને કઈ દેશે માં ,લેશે ને કઈ દેશે મોગલ આવે નવરાત રમવા ! તારે ડગલે ડગલે કંકુ ઝરતા, આખો મારગ રાતો..આખો મારગ રાતો મોગલ આવે નવરાત રમવા ! અને ચાંદલિયો ચંદરવો માથે, લીલી કોર લહેરાતો માં ને, લીલી કોરે લહેરાતો ! કવિ “દાન” કહે મછરાળી મોગલ, સદાય ભેળે રહેશે.. મોગલ આવે નવરાત રમવા ! મોગલ આવે નવરાત રમવા , હે નવરાતે રમવા માં કેવા કેવા વેશે માં , માડી કેવા કેવા વેશે ! પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી આગમ વાણી ગુજરાતી ગરબા Share this: