ગુજરાતી ગરબા રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે | Rude Garbe Rame Che Devi Ambika Re | Garba September 14, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , પાય વાગે છે ઘુઘરીના ખમકા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , ગરબો જોવાને ગણપતિ આવ્યા રે , સાથે રિદ્ધિ સિદ્ધિ ને લાવીયા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , વૈકુઠમાંથી વિષ્ણુ જોવા આવ્યા રે , સાથે દેવી લક્ષ્મીજીને જોવા લાવીયા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , કૈલાશમાંથી મહાદેવ જોવા આવિયા રે , સાથે દેવી પાર્વતીને જોવા લાવીયા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , હે બ્રમ્હલોકમાંથી બ્રહ્મા જોવા આવિયા રે , હે સાથે દેવી બ્રમ્હાણી ને લાવીયા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , પાય વાગે છે ઘુઘરીના ખમકા રે , રૂડે ગરબે રમે છે દેવી અંબિકા રે , Rude Garbe Rame Che Devi Lyrics Ambe Maa Navratri Garba પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: