Prachin Gujarati Bhajan સમજો સુલક્ષણા તમે ગુરુજીની | Samjo Sulakshana tame Gurujini Lyrics November 23, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ગોળ રે બંગાળના રાજા ગોપીચંદને , ચેતોને ચેતાવે તમને મેનાવતી માઈ , સમજો સુલક્ષણા તમે ગુરુજીની સાનમાને , જોગી થઈને કુંવર જ્યો જદુરાઈ , રાજરે રજળશે ને માતા રાણીયુ રડશે ને , લેતા ફકીરી મારા મનડા મુંઝાય , જોગ રે લેતા હું તો લાજું રે જનેતાને , કંકુ વરણી મારી કાયા કરમાઈ , તમારા પિતાનો વૈભવ જોતાને , ઇન્દ્ર રાજાને એની આવે અદેખાય, રતન જેવી કાયા રાખમાં રોળાણીને, એવું જાણીને તમે તજો ઠકુરાઈ , આપણી ધોડારમાં કુવો છે ભમરીયોને, અનાથું ના નાથ બેઠા સમાધિ લગાઈ , ચરણોમાં જઈને તમે શીશ રે નમાવોને , ભવના રે બંધન બાવો દેશે રે સુળાઈ , ગોપીચંદ રાજા જગાડે જાલંધર ને , ઉઠો ઉઠોને ગુરુજી અલખ જગાઈ , પુરસોતમ કહે ગુરુને પ્રતાપે , નામને કાયા દોનો અમર બનાઈ , Raja Gopichand Bhajan Lyrics Gurumukhi Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: