Gangasati Bhajan સ્થિરતા એ રહેજો | Sthirta A Rahejo Ne Vachanma Chaljo Lyrics | Gangasati Bhajan Lyrics June 19, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 સ્થિરતા એ રહેજો ને વચન માં ચાલજો ને રાખજો રૂડી રીત રે , અજાણ્યા સાથે વાત નવ કરજો ને જેનું મન સદા વિપરીત રે સ્થિરતા એ રહેજો … આગળ ઘણા મહાત્માઓ થઈ ગયા ને તેણે કુપાત્ર નો કર્યો નિષેધ રે , એક આત્મા જાણી ને અજ્ઞાની પ્રબોધિયો ને ઉપજાવે અંતર માં ખેદ રે , સ્થિરતા એ રહેજો … લિંગ વાસના માં જેનું ચિત્ત લાગ્યું ને આશક્ત છે વિષ માંય રે , એવા ને ઉપદેશ કદી નવ કરવો ને જેને લાગે નહિ ઉરમાંય રે , સ્થિરતા એ રહેજો … ઉપાધિ થકી આપણે નિર્મળ રહેવું ને ચૂકવો નહિ અભિયાસ રે , ગંગાસતી એમ બોલિયા રે ત્યાં ટકે નહિ દૂરી જાણ નો વાસ રે , સ્થિરતા એ રહેજો … Sthirta A Rahejo Ne Lyrics Gangasati Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: