ઊંચી મેડી તે મારા સંતની | Unchi Medi Te Mara Santni Lyrics

0
https://amzn.to/46sNAa0
ઊંચી મેડી તે મારા સંતની રે,
મેં તો મા’લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,
અમને તે તેડાં શીદ મોકલ્યાં,
કે મારો પીંડ છે કાચો રામ,
મોંઘા મૂલની  મારી ચૂંદડી,
મેં તો મા’લી ન જાણી રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,
અડધાં પહેર્યા અડધાં પાથર્યા,
અડધાં ઉપર ઓઢાડયાં રામ,
ચારે છેડે ચારે જણા,
તોયે ડગમગ થાયે રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,
નથી તરાપો નથી તુંબડા,
નથી ઉતર્યાનો આરો રામ,
નરસિંહ મહેતાના સ્વામી શામળા,
પ્રભુ પાર ઉતારો રામ..હો રામ..
ઊંચી મેડી તે મારા સંતની રે,

Uchi Medi Te Mara Santni Re Lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version