https://amzn.to/46sNAa0
મુરલિયા બાજે જમુનાને તીર,
બાજે જમુના ના તીર,….મુરલિયા બાજે,
મુરલીયે મારુ મન હરિ લીધું,
ચિત્ત ધરે નહીં ધીર ,….મુરલિયા બાજે,
શ્યામ કનૈયા શ્યામ કમરિયા,
શ્યામ જમુના ના નીર,….મુરલિયા બાજે,
ધૂન મુરલીની સુણી સુધબુધ વિસરી,
વિસરી મારુ શરીર ,….મુરલિયા બાજે,
મીરા કે પ્રભુ ગિરધર નાગર,
ચરણ કમળ પર શીર,….મુરલિયા બાજે,
-મીરાંબાઈ,