ગુજરાતી ગરબા અંબા અભય પદ દાયની રે | Amba Abhay Pad Dayani Re Lyrics September 17, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 અંબા અભય પદ દાયની રે , શ્યામા સાંભળજો સાદ ભીડ ભંજની , અંબા અભય પદ … અંબા અનાથોના નાથ ભીડ ભંજની , હેમ હિડોળે હીંચકે રે , હીંચકે આરાસુરી માત ભીડ ભંજની , સખીઓ સંગાથે કરે ગોઠડી રે , આવે આઠમની રાત ભીડ ભંજની , અંબા અભય પદ … સર્વે આરાસુર ચોકમાં રે , આવો તો રમીયે રાસ ભીડ ભંજની , એવે સમે આકાશ થી રે , આવ્યો કરુણ પોકાર ભીડ ભંજની, કોણે બોલાવી મુજને રે , કોણે કર્યો મુને સાદ ભીડ ભંજની, મધ દરિયો તોફાન માં રે , માડી ડૂબે મારું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ … એવી કમાણી શુ કામની રે , જવા બેઠા જ્યાં પ્રાણ ભીડ ભંજની વાયુ ભયંકર ફૂંકતો રે , વેરી થયો વરસાદ ભીડ ભંજની , પાણી ભરાણા વહાણ માં રે , એ કેમ કાઢ્યા જાય ભીડ ભંજની, આશા ભર્યો હું આવીયો રે , વ્હાલા જોતા હશે વાટ ભીડ ભંજની , અંબા અભય પદ … હૈયુ રહે નહિ હાથ માં રે , દરિયે વાળ્યો દાટ ભીડ ભંજની , મારે તમારો આશરો રે, આવો આવો મારી માત ભીડ ભંજની, અંબા હિંડોળે થી ઉતર્યા રે , ઉતર્યા આશાપુરી માત ભીડ ભંજની , સખીઓ તે લાગી પૂછવા રે , ક્યાં કીધા પ્રયાણ ભીડ ભંજની , અંબા અભય પદ … વાત વધુ પછી પૂછજો રે , બાળ મારો ગભરાય ભીડ ભંજની, ભક્ત મારો ભીડે પડ્યો રે , મારાથી કેમ સહેવાય ભીડ ભંજની , એમ કહી નારાયણી રે , સિંહે થયા અસવાર ભીડ ભંજની, ત્રિશુલ લીધું હાથમાં રે , તાર્યું વણિક નું વહાણ ભીડ ભંજની, અંબા અભય પદ … ફેરો અમારો ટાળ જો રે માતા છો દિન દયાળ ભીડ ભંજની, ધન્ય જનેતા આપને રે , ધન્ય દયાના નિધાન ભીડ ભંજની , પ્રગટ પરચો આપનો રે , દયા કલ્યાણ બોલે ગાય ભીડ ભંજની , ભીડ સેવક ની ભાંગજો રે , સમયે કરજો સહાય ભીડ ભંજની , અંબા અભય પદ દાયની રે , Amba Abhaya Pad Dayani Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: