દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ | Dudhe Bhari Talavdi Ne Lyrics

0
https://amzn.to/46sNAa0
હે દુધે તે ભરી તલાવડી ને મોતીડે બાંધી પાળ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ,
હે વાટકી જેવડી વાવલડી ને ખોબલો પાણી માઈ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ,
ગરબો માથે કોરીયો માં એ ઝબક દીવડો થાય મારી માડી ,
ગરબો રૂડો ડોલરિયો એ તો ઘમ્મર ઘમ્મર ઘૂમે મારી માડી ,
હે તાળીયો ની રમઝટપગે પડે ને , ત્યાં ધરણી ધમધમ થાય રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ,
હળવે હાલું તો કેર ચહી જાય , હાલું ઉતવળે તો પગ લચકાય ,
સાળી સંકોરુંતો વારયે ઉડી જાય , ધડ્કંતો છેલડો સરી સરી જાય ,
હે પગને ઠેકે ધૂળની ડમરી ગગન માં છવાઈ રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ,
કેમ જાઉં ઘર આંગણીયે , આજ ગરબો રંગે ચગ્યો મારા વ્હાલા ,
થઇ જાવ હું તો ઘેલી ઘેલી હૈયા હિલોળા ખાય મારા વ્હાલા ,
હે સરખે સરખી સાહેલીઓ ટોળે ઝટપટ ઝટપટ જાય રે ,
જીલણ જીલવા ગ્યા’તા , કે ગરબે ઘુમવા ગ્યા’તા ,
Dudhe Bhari Talavdi Ne Lyrics
Navratri Dandia Lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version