Gujarati DhunPrachin Gujarati Bhajan ભજન એક સત્યનામનું કરીએ | Bhajan Ek Satyanam Nu Kariye Lyrics June 17, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ભજન એક સત્યનામનું કરીએ રે ભજન એક સત્યનામનું કરીએ રે ભાવેથી ભવસાગર તરીએ રે (૨) ભજન એક સત્યનામનું કરીએ રે… સંસાર સુખ વાદળાની છાંયા રે એમાં તને શેની લાગી માયા રે તારી અમર નથી કાયા રે (૨) ભજન એક સત્યનામનું કરીએ રે… ભેળું કર્યું પડ્યું રેહશે નાણું રે ભોજનિયાનું પડ્યું રેહશે ભાણું રે ઓચિંતાનુ આવી જાશે ટાણું રે (૨) ભજન એક સત્યનામનું કરીએ રે… કે માત તાત બેની બનેવી નારી સંગાથે કોઈ ન આવે તારી કે જમડા લઈ જાશે મારી રે (૨) ભજન એક સત્યનામનું કરીએ રે… શિખામણ માની લેજો છેલ્લી રે પ્રભુજી વિના નથી કોઈ બેલી રે કે મનમાંથી હું પદ દીયો મેલી રે (૨) ભજન એક સત્યનામનું કરીએ રે… Bhajan Ek Satyanam Nu Kariye Maran Na Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: