https://amzn.to/46sNAa0
લગનનું ટાણું એક દી આવશે જીવરાજા
જાન તારી જબરી જોડાશે રે ,
કાયા તો તારી, ત્યારે થર થર ધ્રુજશે,
અન્ન પાનીડા નહીં ભાવશે રે ,
સગા ને વાલા તારી પાસે નહીં આવે,
તારા, ભુવા માટે ની બધા રાખશે ,
સ્વાર્થ નો પ્રેમ, સહુ ઉપરથી બતાવશે
રોદડા રડી ને દેખાડશે ,
અંત વેળાએ તને પસ્તાવો થાશે,
જીવનની નાવ તારી ડુબસે રે ,
ઉપર જાવાની તારી તૈયારી થાશે,
પછી પ્રાણ પંખેરૂ ઉડસે રે ,
અંઞ ના ઘરેના તારા ઉતારી લેશે,
ધરતી ઉપર તને પૌઢાવસે રે ,
ચાર શ્રીફળ તારી પાલખીએ બાંધશે,
ફૂલની પછેડી ઓઢાવસે રે ,
જાન જોડાતા, તારા સગા ને વાલા,
નાહકના, નિશાષા નાખશે રે ,
જાપા સુધી તને વડાવા આવશે,
અમંગલ મંગળીયા વર્તાશે રે ,
ચાર વિહામે તારો વરઘોડો કરશે,
સ્મશાને ચીતા સળગાવતા રે ,
અગ્નિનો દાહ તારા દીકરાઓ દેશે,
સ્નાન કરીને ઘરે આવશે રે ,
બારમે દિવસે તારી ક્રિયાઓ કરશે,
મીઠાઈ ભોજન મંગાવશે રે ,
વરસ થાતા તારી વર્ષી એ વારશે,
પછી તું, યાદ નહીં આવશે રે ,
જમ, ના દરબાર તારું જોર નહીં ચાલે,
પલ પલ ના લેખા ત્યાં તો માગશે રે ,
જિંદગી રે તે તો તારી, એડે, ગુમાવી,
અફસોસ એનો તને લાગશે રે ,
માધવ નામ મા મસ્ત બનીને,
જન્મ-મરણ ના ફેરા ટાડશે રે ,
લગનનું ટાણું એક દી, આવશે જીવરાજા,
જાન તારી જબરી જોડાવશે રે ,
જીવરાજાનો વરઘોડો Lyrics
Lagan Nu Tanu Ek Di Lyrics