વરઘોડો જીવરાજા તારો જાશે | Varghodo Jivraja Taro Jashe Lyrics

1
https://amzn.to/46sNAa0
વરઘોડો જીવરાજા તારો જાશે રે સમશાન
પાલખી લઈ ને સગા વાલા સહુ નીકળશે ઘર બાર ,
હે પેલો રે વિશામો જીવડા ઘર ને આંગણીયે કીધો
છોરુડા રુવેને તારી રુવેરે ઘરની નાર ,
પાલખી લઈ ને સગા વાલા …
હે બીજોરે વિહામો જીવડા જાપા ની બાર દીધો
તારો ત્રીજો રે વિહામો ગાયના ગોંદરે રે થાય
પાલખી લઈ ને સગા વાલા …
હે ચોથો રે વિહામો જીવડા જઈ સમશાન દીધો
રૂપાલા સરીખી રાખ ઉડે રે મશાણ
પાલખી લઈ ને સગા વાલા …
હે આ રે કાયાનો જીવડા ગર્વ ના કરીએ હંસા
સાગર કહે હંસા આ તો ભાડુતી મકાન
પાલખી લઈ ને સગા વાલા …

Varghodo Jivraja Taro Jase Lyrics

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version