https://amzn.to/46sNAa0
ચન્દ્ર્મૌલિ ચન્દ્ર શેખર હે ત્રિપુરારી ..
કરોને કૃપા હવે ..કલ્યાણકારી.. હો શિવજી
હો કંઠે ધરી છે તે સર્પોની માળા ..
બાજે ડમરૂ તવ તાંડવે નિરાળા..
હો શંખ ખપ્પર વ્યાઘંબર વાળા ..
ત્રિશુલ તુંબી ..ત્રિલોચન વાળા ..
શોભા રહી છે..તે નંદીની સવારી..કરોને..
ભગીરથ કોજે શિરે ગંગાધારી..
પર્વત દુહિતાની પૂજા સ્વીકારી..
હો જગ મંગલ કાજે અસુરો સંહારી..
ઝહેર પીધુ લીધા દેવો ઉગારી..
બીજ ચંદ્ર કલાપર જાઉં હું વારી…કરોને..
સ્મશાનની ભસ્મ અંગે ચોળનારા..
ગળામાં મુંડ માલા ધારણ કરનારા..
હો શીખર કૈલાસે નીવાસ કરનારા..
ભીમશંકર સદાયે રાજી રહેનારા..
”ગહન” ને શિવ ભક્તિ લાગેછે પ્યારી..કરોને…