ગાંડાની વણઝાર | Gandani Vanzar Lyrics

0
https://amzn.to/46sNAa0
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
એનો ગણતા ના આવે પાર ,જો જો તમે ગાંડાની
શુક ગાંડો, ધ્રુવ ગાંડો, અને ગાંડો ત્યાં ભૂપ કુમાર.. જી
નારદજી તો એવા ગાંડા , જેણે બાંધ્યા નહિ ઘર બાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા હનુમંત, ગાંડા વિભીષણ, ગાંડી શબરી નાર.. જી
ગાંડા ગુહ્ય હે પગ ધોઈ ને , પ્રભુ ઉતાર્યા પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગોકુળ ગામની ગોપીઓ ગાંડી, ભૂલી ઘર વ્યવહાર.. જી
બંસી નાદે ચાલી નીકળી , સુતા મેલી ભરથાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
સુદામા ના ગાંડપણે તો વેઠયા ભૂખ અંગાર.. જી
પાંચ પાંડવ એવા ગાંડા , જેણે છોડ્યા નહિ કિરતાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
વિદુર પત્ની ગાંડી થઈને, રટે નંદ કુમાર.. જી
છબિલાને એ છોતરા આપ્યા , ગર્ભ ફેંક્યા બહાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
બોડાણા નાં ગાંડપણે તો કામ કર્યું હદપાર..જી
દ્વારિકા નો ઠાકોર આવ્યા , ડાકોર ગામ મોજાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
કબીર, તુલસી, સુર ગાંડો અને રોહિદાસ ચમાર..જી
મોરાંદે તો ગાંડા થઈ ને , ગાંડો કીધો સંસાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ધનો ગાંડો, આ ધીરો ગાંડો અને ગાંડો પ્રીતમ પ્યાર..જી
સખુ મીરાં કર મા ગાંડી , જેણે છોડ્યા જગ થી તાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દાદુ ગાંડો, પીપો ગાંડો અને અખૈ યો એ સોનાર..જી
પંઢર પૂર માં, ગોરો ગાંડો , ઈતો ઘડા નો ઘડનાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
નામો , ગામો, સૂકો, ગાંડો અને મૂળદાસ લોહાર ..જી
જલારામ ની વાત શું કરવી, જેણે વળાવી ઘરની નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
જુનાગઢ નો નાગર ગાંડો, ઈ તો નાચ્યો થૈ થૈ કાર..જી
બાવન કામ, કર્યા પ્રભુ એ , એના છતાં આવ્યો નહિ અંહકાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
થયા ઘણા અને હાલમાં પણ છે, અને ભવિષ્યે પણ થનાર ..જી
ભક્ત કુળનો નાશ નથી , એ બોલ્યા જગત આધાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
દુનિયા એ જેને ગાંડા ગણ્યા પણ હરિ ને મન હોંશિયાર..જી
ગોવિંદ ગાંડો, એનું ગીત ગાંડુ , ને ગાંડા સાંભળ નાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
ગાંડા ની વણઝાર , એનો ગણતા ના આવે પાર
જો જો તમે આ ગાંડાની વણઝાર….જી
Ganda Ni Vanzar Lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version