Das Satar VaniNarayan Swami GujaratiPrachin Gujarati Bhajan જ્ઞાની ગુરુ મળ્યા રે | Gnani Guru Malya Lyrics July 9, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 જ્ઞાની ગુરુ મળ્યા રે , ગોળી તો મારી જ્ઞાન તણી , કંચન કાયા કીધી રે , ગુરુ તો મારા પારસમણી , હું તો જન્મની આંધળી , મને ગુરુએ આપી આંખ , ગુરુ ચરણનુ અંજન આપ્યું , તો માટી ગઈ સહુ ઝાંખ , આંખો ખોલી જોયું રે , ઘટઘટ માંય બેઠો અલખધણી , ગુરુના ગુણને હું શું ગાવું , એ ગુણનો ન આવે પાર , ગુરુ તો મારા આંખની જ્યોત , ગુરુ હૃદયના હાર , ગુરુ દયાળુ દેવા રે , ગુરુ કૃપા તો ઘણી રે ઘણી , તનમન ઘન , સદગુરુને અરપણ , હું તો ગુરુની દાસ , ગુરુ ગરીબ નિવાસે અમારા , પૂરે ગરીબોની આશ , ગુરુ ચરણમાં રહેવું રે , ગુરુ તો મારા ધીંગા ઘણી , ગુરુના દર્શન કરતા નીશદીન , અડસઠ તીરથ થાય , દાસ ‘ સતાર ‘ ગુરુની સેવા કરતા , હરખ ન માંય , ગુરુ અમારા પ્રેમી રે , પીધી છે પ્યાલી પ્રેમ તણી , Gnani Guru Malya Re Lyrics Narayan Swami Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: