લગ્નગીત ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું | Maiyar Ma Manadu Nathi Lagtu Lyrics November 13, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે …જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે , હે …જીણા જીણા મોરલિયા બેસાડો મારા માંડવે , કે અલ લીલા તોરણીયા બંધાવો મારા આંગણે , કે ને બેની કે ને તું શાને ઉતાવળી થાય રે , ઓ બેની બા મૈયરમાં મનડું નથી લાગતું , ઓ બેની બા મૈયરમાં મનડું નથી લાગતું , હે આખી આખી રાત્યું હે આખી આખી રાત્યું મને નિંદરડી ના આવે , આંખલડી મીચું તો મને સોડલીયા સતાવે , હાય રે હાય ઓય ઓય માં , હે આખી આખી રાત્યું મને નિંદરડી ના આવે , આંખલડી મીચું તો મને સોડલીયા સતાવે , હે… જીણી જીણી ઘૂઘરડી ટંકાવો મારા કામખે , ઓય ઓય ઓય , ઓય ઓય ઓય જીણી જીણી ઘૂઘરડી ટંકાવો મારા કામખે , કેને એલી નખરાળી તું શાને ગાંડી થાય રે , ઓ ભાભી માં મૈયર માં મનડું નથી લાગતું , ઓ ભાભી માં મૈયર માં મનડું નથી લાગતું , કુવારા કમખામાં બોલે છે કોયલ રાણી , મને કેતા આવે લાજુ મારે થાવું છે પટરાણી , હા ભઈ હા વાહ રે વાહ , કુવારા કમખામાં બોલે છે કોયલ રાણી , મને કેતા આવે લાજુ મારે થાવું છે પટરાણી , મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે , ઓય ઓય ઓય , ઓય ઓય ઓય , મીઠી મીઠી શરણાયું વગડાવો મારા માંડવે , કેને એલી લાડકડી તું શાને ઉતાવળી થાય રે , ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું , ઓ દાદીમાં મૈયર માં મનડું નથી લાગતું , રૂડા માંડવડા રોપવો એમાં મોતીડા વેરાવો , બજોટીયા ઢરાવી મને પીઠી રે ચોળાવો , વાહ ભઈ વા હા ભઈ હા , માંડવડા રોપવો મોતીડા વેરાવો , બજોટીયા ઢરાવી મને પીઠી રે ચોળાવો , જાનેરી ગમતી જાનો તેળાવો મારા માંડવે , ઓય ઓય ઓય , ઓય ઓય ઓય , જાનેરી ગમતી જાનો તેળાવો મારા માંડવે , કેને એલી કાનુડી તું શાને અઘેરી થાય રે , કેવાય ના મૈયર માં મનડું નથી લાગતું , કેવાય ના મૈયર માં મનડું નથી લાગતું , Jina Jina Moraliya Besado Mara Mandave O Dadi Maa Maiyar Maa Manadu Nathi Lagatu Maiyar Ma Manadu Lagna Geet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: