લગ્નગીત કાળજા કેરો કટકો મારો | Kalja Kero Katko Maro November 13, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કાળજા કેરો કટકો મારો, ગાંઠથી છૂટી ગ્યો , મમતા રૂવે જેમ વેળુમા વીરડો ફૂટી ગ્યો , છબતો નહીં જેનો ધરતી ઉપર, પગ ત્યાં થીજી ગ્યો, ડુંગરા જેવો ઉંબરો એણે માંડ રે ઓળંગ્યો , બાંધતી નહીં અંબોડલો બેની, ઇ મર ને છૂટી ગ્યો, રાહુ બની ઘુંઘટડો મારા ચાંદને ગળી ગ્યો , આંબલીપીપળી ડાળ બોલાવે હે બેના એકવાર હામું જો અરે ધૂમકા દેતી જે ધરામાં ઈ આરો અણહર્યો , ડગલે ડગલે મારગ એને સો સો ગાઉનો થ્યો , ધારથી હેઠી ઉતરી બેની મારો સૂરજ ડુબી ગ્યો , લૂંટાઈ ગ્યો મારો લાડખજાનો ‘દાદ’ હું જોતો રયો , જાન ગઈ જાણે જાન લઈ હું તો સૂનો માંડવડો , Kalja Kero Katko Maro Lyrics Dikri Vidai Lagna Geet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: