Krishn Bhajan Gujarati હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો | Odhaji Mara Valane Vadhine Kejo Lyrics August 12, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે ઓધાજી મારા વાલાને વઢીને કેજો જી માને તો માનવી લેજો રે મારા વાલાને વઢીને કેજો જી , મથુરાના રાજા થયા છો ગોવાળોને ભૂલી ગ્યા છો માનીતને મહેલે ગ્યા છો રે મારા વાલાને વઢીને કેજો જી , કુબજા છે રંગે કાળી કાળા તમે વનમાળી જોડી આવી ક્યાંયે ન ભાળી રે મારા વાલાને વઢીને કેજો જી , જમુનાને કાંઠે જાતા લુંટી ને માખણ ખાતા છોડ્યા કેમ જુના નાતા રે મારા વાલાને વઢીને કેજો જી , એકવાર ગોકુલ આવો માતાજીને મોઢે જાઓ ગાયોને સાંભળી જાજો રે મારા વાલાને વઢીને કેજો જી , વ્હાલાની મરજીમાં રહેશુ જે કહે તે લાવી દેશું કુબજા ને પટલાણી કેશુ રે મારા વાલાને વઢીને કેજો જી , તમે છો ભક્તોના તારણ એવી અમને હૈયા ધારણ ગુણ ગાયે ભાગો ચારણ રે મારા વાલાને વઢીને કેજો જી , દાસ મીઠાના સ્વામી આવો તમે અંતરયામિ પડી હશે કઈક અમારામાં ખામી રે મારા વાલાને વઢીને કેજો જી , He Odhaji Mara Valane Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: