Narayan Swami GujaratiPrachin Gujarati BhajanRam Bhajan Gujarati રામ પિતાની આંખે આંસુડા | Ram Pitani Ankhe Ansuda Lyrics March 28, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રામ પિતાની આંખે આંસુડા છલકાણા , આંસુડા છલકાણા એના કાળજડા ધવાણા , જે દિન ચાલ્યા ઘોડે ચડીને ધનુષ્ય કાંધે ધરી , સરોવર કાંઠે અવાજ સાંભળી તુરંત કીધી તૈયારી , બાણ માર્યું જ્યાં મૃગલો જાણી , ત્યાં ચીસ પડી એક કારી , જઈ ને જુવે ત્યા તો તીરે વીંધાયેલ શ્રવણ કરે ચીસકારી , પાણીને બદલે લોહીથી એના અંતિમ દેહ ભિંજાણા , શ્રવણ કુમારને દશરથ રાજાએ દીધા દિલાશા ભારી , માવતર તારા રાખીશ અયોધ્યા પ્રાણ સમા હું જાણી , વચન સાંભળી શ્રવણ સુતો ભવની નિંદ્રા તાણી , અંધ માવતરને દસરથ રાજાએ કીધી આ કરુણ કહાણી , વિલાપ વર્તાયો કારમો એવો , એની ચીસે ફાટે પાણા , અંધ માવતરનો હાથ પકડીને લાવ્યા શ્રવણ ની પાસે , લોથ પડી ત્યાં રુદન કરે છે , તે તોડી આશા અમારી , પુત્રના વિયોગે અમે તલખીયે , તારી પણ એજ થશે રાસ , એટલું કહેતા પ્રાણ જ છોડિયા નાખીને વિશ્વાસ , માતપિતાને શ્રવણ કુમારના અંતિમ દેહ ખડ્કાણા , પ્રસન્નતામાં કૈકઈ રાણીને દીધા વચન બહુ ભારી , રાજ્તીલકની હતી તૈયારી , ત્યા તો વચન બોલે અહંકારી , ભરત મારો ગાદી ભોગવે , એવી માંગ છે અમારી , રામને વનવાસ ચૌદ વરસનો માંગે એ નારી , રામ લખમણને સતી સીતાના તે દિને સુખ લૂટણા , અંતિમ સમયે દસરથ રાજાને નયને નીર છલકણા , જયારે સાંભળીયા સરોવર કાંઠે શ્રવણને મારેલ તીર , પુત્ર વિયોગે હું તલ્ખુ અને વનમાં છે રઘુવીર , કાન કહે રામને રટતા , રાજાના પ્રાણે કર્યા પરિયાણ , Ram Pita Ni Ankhe Ansuda Lyrics Prachin Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: