Gangasati Bhajan રમીયે તો રંગમાં રમીએ | Ramite To Rangma Lyrics | Gangasati Bhajan Lyrics October 1, 2021 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 રમીયે તો રંગમાં રમીએ , સદાય મેલી દઈઆ લોકની મરજાદ હરીના દેશમાં ત્રિગુણ નવ મળે , ન હોય ત્યાં વાદ ને વિવાદ | રમીએ તો … કર્તાપણું એક કોરે મૂકી દેવું ને , તો આવી જાય પરપંચનો અંત નવધા ભક્તિમાં નિર્મળ રહેવું , એમ કહે છે વેદને સંત | રમીએ તો … સાંગોપાવ એકરસ થાય સરખો , બદલાય ના બીજો રંગ સાચાની સંગે કાયમ રહેવુંને , કરવી ભક્તિ અભંગ | રમીએ તો … ત્રિગુણરહિત કરે નિત ક્રિયા , એને લાગે નહિ કર્તાપણા નો ડાધ રે ગંગાસતી એમ બોલીયા પાનબાઈ , તેને નડે નહિ કરમનો ભાગ રે | રમીએ તો … પ્રભાતિયા ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી આગમ વાણી ગુજરાતી ગરબા Share this: