લગ્નગીત વિદાય ની આ વસમી વેળા | Vidai Ni Aa Vasmi Vela Lyrics November 11, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 વિદાય ની આ વસમી વેળા રોકી ના રોકાય, પિયરિયું છોડી ને દીકરી સાસરિયે જાય, દાદા રોવે ને માતા પાલવડે ભીંજાય…પિયરિયું, દાદા તમારા આંગણિયે હું હતી તુલસીનો ક્યારો, આંગણીયાની માયા છોડી છોડ્યો છાંયડો તમારો, માફી માંગુ દાદા લાગુ લળીલળી પાય…પિયરિયું, સાસરિયે સાસવજે તું સદ્દગુણીનું ભાતું, દીપાવજે તું દીકરી તારા બેઉ કુળની લાજ, તુ છે મારી મીઠી વીરડી તુ છે ગરવી ગાય…પિયરિયું, ધીમા ડગલે પાપા પગલે ખોળે રમતી રૂડી, જોઈ રહયો હું લુંટાઈ ગઈ મારા જીવતર ની મુડી, રહી રહી રૂંવે મારો રૂદિયો મંડાવડાની માય…પિયરિયું, Vidai Ni Vashmi Vela Lyrics Vidai Lagna Geet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: