ગુજરાતી ગરબા મણિયારો તે હલુ હલુ | Maniyaro Te Halu Halu Lyrics September 27, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હાં..મણિયારો તે મણિયારો તે, હલુ હલુ થઈ રે વિયો રે મુઝા દલડાં ઉદાસીમાં હોય રે, છેલ મુઝો, વરગાણી મણિયારો, હે છેલ મુઝો, પરદેશી મણિયારો, હાં..મણિયારો તે કળાયેલ મોરલો રે કાંઈ હું રે ઢળકતી ઢેલ રે, છેલ મુઝો, વરગાણી મણિયારો, હાં..મણિયારો તે મહેરામણ મીઠડો કંઈ હું તો સમદરિયાની લહેર રે, હેલ મુઝો, હાલારી મણિયારો, હાં..મણિયારો જી અષાઢી મેહુલો રે કાંઈ હું તો વાદળ કેરી વીજ રે, હેલ મુઝો, હાલારી મણિયારો, હાં..અણિયાળી રે ગોરી તારી આંખડી રે, હાં રે આંજેલ એમાં મેશ રે, હેલ મુઝો, વરણાગી મણિયારો, હેલ મુઝો, હાલારી મણિયારો, હાં..મણિયારો તે અડાબીડ આંબલો ને, કાંઈ હું રે કોયલડીનો કંઠ રે, છેલ મુઝો, હાલારી મણિયારો, હે છેલ મુઝો, પરદેશી મણિયારો, હાં..પનિહારીનું ઢળકતું બેડલું રે કાંઈ હું રે, છલકતું એમાં નીર રે, છેલ મુઝો, વરણાગી મણિયારો, છેલ મુઝો, હાલારી મણિયારો, Maniyaro Te Halu Halu Lyrics Gujarati Garba & Lokgeet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: