Das Dhira Na BhajanPrachin Gujarati Bhajan કઠણ ચોટ છે કાળની | Kathan Chot Che Kal Ni Lirics April 24, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માલ, કંઈક રાણા ને કંઈક રાજિયા, છોડી હાલ્યા સંસાર હેતે હરિનો રસ પીજીએ, કોના છોરું ને કોનાં વાછરું રે, ને કોનાં મા ને બાપ અંતકાળે જાવું જીવને એકલા, સાથે પુણ્ય ને પાપ હેતે હરિનો રસ પીજીએ, સંસાર ધુમાડાનાં બાચકાં રે, સાથે નાવે રે કાંઈ રંગ પતંગનો ઊડી જશે, જેમ આકડાનાં પાન હેતે હરિનો રસ પીજીએ, માળી વીણે રંગ ફૂલડાં રે, કળી કરે છે વિચાર, આજનો દિન રળિયામણો, કાલે આપણ શિર ઘાત હેતે હરિનો રસ પીજીએ, દાસ ધીરો રમે રંગમાં રે, રમે દિવસ ને રાત, મારું ને તારું મિથ્યા કરો, રમો પ્રભુજી સંગાથ હેતે હરિનો રસ પીજીએ, Kathan Chot Che Kal Ni Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: