લગ્નગીત નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે | Nadi Kinare Raivar Patang Udade February 5, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, દોશીડાને હાટે વીરો ચૂંદડિયું મૂલવે, પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, મણિયારાને હાટે વીરો ચૂડલો મૂલવે, પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, સોનીડાને હાટે વીરો હારલા મૂલવે, પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, કડી કેસરનો વીરો કડલો તે મૂલવે, પહેરો નાની વહુરાણી, લાવ્યો તમારો સ્વામી, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, આવ્યો વાયરાનો ઝોલો, તૂટ્યો પતંગનો દોરો, દોરો સંધાવીને રાયવર પતંગ ઉડાડે, નદીને કિનારે રાયવર પતંગ ઉડાડે, Nadi Kinare Rayvar Patang Udade પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: