ગુજરાતી ગરબા કુમ કુમ ના પગલા પડ્યા | Kum Kum Na Pagla Padya Lyrics September 6, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કુમ કુમ ના પગલા પડ્યા , માડીના હેત ઢળ્યા , જોવા લોક ટોળે વળ્યા રે , માડી તારા આવવાના એંધાણ થયા , માડી તું જો પધાર , સજી સોળે શણગાર , આવી મારે તું દ્વાર , કરજે પાવન પગથાર , એવા દીપે દરબાર , તેસ રંગની રસધાર , ગરબો ગોળ ગોળ ઘુમતો , થાયે સાકાર , થાયે સાકાર , થાયે સાકાર … ચાચર ના ચોક ચાલ્યા , દિવડીએ જ્યોત ઝગ્યા , મનડાના હાર હાલ્યા રે , માડી તારા આવવાના એંધાણ થયા , માડી તારા આવવાના એંધાણ થયા , માં તું તેજ નો અંબાર , માં તું ગુણનો ભંડાર , માં તું દર્શન દેશે તો થાશે આનંદ અપાર , ભવો ભવનો આધાર , દયા દાખવી દાતાર , કૃપા કરજે અમ રંક ઉપર થોડી લગાર , થોડી લગાર , થોડી લગાર … સુરજના તેજ તપ્યા , ચંદ્ર કિરણ હૈયે વસ્યા , તારલિયા ટમ ટમ્યા રે , માડી તારા આવવાના એંધાણ થયા , માડી તારા આવવાના એંધાણ થયા , તારો ડુંગરે નિવાસ , બાણે બાણે તારો વાસ , તારા મંદિરીયે જોગણીયું રમે રૂડા રાસ , કરજે દૈત્યો નો નાશ , કરજે સૌને સહાય , માડી હું છું તારો દાસ , તારા ગુણલા હું ગાત , માડી તારા નામ ઘણા , પરચા તારા અનેક ઘણા , દર્શનથી પાવન થયા રે , માડી તારા આવવાના એંધાણ થયા , માડી તારા આવવાના એંધાણ થયા , એક તારો આધાર , તારો દિવ્ય અવતાર , સહુ માનવ તણા માડી ભવ તું સુધાર , તારા ગુણલા અપાર , તું છો સહુની તારણ હાર, કરીશ સૌનુ કલ્યાણ , કરીશ સૌનો બેડો પાર , માડી તને અરજી કરું , ફૂલડાં તારા ચરણે ધરું , નમી નમી પાય પડુ રે , માડી તારા આવવાના એંધાણ થયા , માડી તારા આવવાના એંધાણ થયા , Kum Kum Na Pagla Padya Lyrics Navratri Garba Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: