ક્ષમા ખડ્ગ હાથમાં શીલ બરછી હથિયાર,
મનડાં  જેણે મારિયા  રે,
ખંભે કાવડ લઈ ફેરવી ધોમળા ધોરી ઝીલે ભાર,..મનડાં,
પંદર કરોડની મંડળી જેમાં પ્રહલાદ રાજા હોશિયાર,
દસ  કરોડ ના રામ  ગયા  રે,
તોયે  પાંચ  કરોડ  નિરવાણ ,…મનડાં,
એકવીશ કરોડની મંડળી જેમાં હરિચંદ્ર હોશિયાર,
ચૌદ  કરોડના રામ રમી ગયા રે,
તોયે  સાત  કરોડ ના નિરવાણ,…મનડાં,
સત્તાવીસ કરોડના રાજીયા જેમાં ધરમરાજા હોશિયાર,
અઢાર કરોડના રામ રમી ગયા રે,
તોયે  નવ કરોડના  નિરવાણ …મનડાં,
છત્રીશ કરોડની મંડળી જ્યાં બળીરાજા હોશિયાર,
ચોવીશ કરોડના રામ રમીગયા રે,
તોયે  બાર  કરોડ નિરવાણ …મનડાં,
પાંચ સાત નવ બાર કરોડ તેત્રીશ નિરવાણ,
કરજોડી બોલ્યા દેવાયત,પંથ ખાડા કેરી ધાર…મનડાં,
-દેવાયત પંડિત,