ઝેર તો પીધા જાણી જાણી,
નથી રે પીધા અજાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
કોયલ ને કાગ રાણા એકજ વરણા રે,
કડવી લાગેછે કાગવાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
ઝેરના કટોરા જયારે રાણાજી મોકલે રે,
તેના બનાવ્યા દૂધ પાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
રીસ કરીને રાણો ત્રાસ ગુજારે રે,
ક્રોધ રૂપે દર્શાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
સાધુનો સંગ મીરા છોડી દિયો રે,
તમને બનાવું રાજરાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
સાધુ નો સંગ રાણા નહિ છૂટે અમથો રે,
જન્મો જનમની બંધાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
સંતો છે માત રાણા સંતો પિતા મારા,
સંતોને સંગે હું લોભાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
બાઈ મીરા કહે પ્રભુ ગિરધર નાગુણ,
તમને ભજીને હું વેચાણી રે,
મેવાડના રાણા ઝેર તો પીધા જાણી જાણી,
-મીરાંબાઈ,