ડાકણીયા સરિતા મહી આવ્યા નવલા નીર,
પરગટ પરચા પૂરતો ધન્ય દેવાયત પંડિત,
સૂંડલે પીરસે સુખડાં દે દે ઘડીયે ખીર,
સવાલાખ સંતો જમે ધન્ય દેવાયત પંડિત,
વરણ અઢારેય નોતર્યા રાજા રંક અમીર,
પરગટ પરચા પૂરતો ધન્ય દેવાયત પંડિત,
સવરા મંડપ ગાજતો બોલે જે જે કાર,
જય દેવાયત સંતને ધન્ય દેવલદે નાર,
હાલો હૂરો સાંગડો ધ્રાંગો ને વણવીર,
સિદ્ધ કાર્ય સમોવડે ગુરુ દેવાયત પંડિત,
પલકે પીરાઇ દાખવે દેવાયત દેવલદે નાર,
સવાલાખની મેદની થઈ જઈ ખેંગાકાર,
દેવાયત પંડિત,