સત દેવાયત જે દી તીરથે ચાલ્યાં,
સતી પુંજલદે તમે પુંજ રે કરો.
સાધ સંતેજો પાત્ર પૂંજો,
સાધ વન્યાં નવ સોધરીયે રે હા.
એક મારા ભાઈલા મનડે રા મેલા,
બારે બગલા બગે તણા
જેના મન ખોટા પરનો રૂપ જોઈને રહ્યા,
તે રચેલા સોઈ સતી નુગરે તણા પારખા,
બીજા મારા ભાઈલા મનડેરા ઉજળા ભારે
હંસલા હંસે હાલો તેના દિલ.
સાચાં દિનુ નવ લેખે
સત ચોરાઈ નહીં ચાલે
સોઈ સુગરેજા પારખા,
આયા સંતભાઈ જેને આદર દીજે,
પદ ધોઈને તમે પાવલ લીજે
અંગના ઓશીકાં જેને પ્રેમનાં,
પથરીયાણાં જેના હદય કમળ ફળ લીજે,
કરણીની કાયા જેને ધરમની વાચા.
ગુરુ વચને હકે હાલજો રે હાં.
કહે દેવાયત સાંભળો દેવલદે,
આપણી કમાઈ તણા ફળ લીજે હાં.