હરિવર મુક્યો કેમ જાય || Harivar Mukyo Kem Jay Lyrics || Bhajan Lyrics

0
397
હરિવર મુક્યો કેમ જાય સહેલી, હવે હરિવર મુક્યો કેમ જાય,
નંદકુંવર સાથે નેડલો બંધાણો પ્રાણ ગયે ન છૂટાય,…સહેલી હવે,

ઘેલી કીધી મને ગોકુળના નાથે મોરલીના શબ્દ સુણાય,
બાળારે પણથી પ્રીતિ બંધાઈ હૈયા થીકેમ વિસરાય,…સહેલી હવે,

મૈયર તજ્યું નેતજ્યું સાસરિયું ત્યાગ્યાછે સર્વ સગાય,
બાહ્ય ગ્રહ્યાંની લાજરાખજો દયાળુ સ્નેહીને દુઃખન દેવાય,…સહેલી હવે,

આ અવસર હરિઆવી મળો વિરહનો અગ્નિ ઓલાય,
બાઈમીરા કહે પ્રભુ ગિરિધર નાગર દર્શન દ્યો વ્રજરાય ,…સહેલી હવે,

-મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here