આજ મારી મિજબાની || Aaj Mari Mijbani Lyrics || Bhajan Lyrics

0
399
આજ મારી મિજબાની છે રાજ.
મારા ઘેર આવોને મહારાજ,..(2)

ઉંચા રે  બાજોઠ  ઢળાવું
અપને હાથસે  ગ્રાસ ભરાવું…આજ

ઠંડા જળ જારી ભરી લાવું
રુચિ રુચિ પાવના મહારાજ…આજ

બહુ મેવા પકવાન મીઠાઈ
શાક છત્રીસે જુગતે બનાવું,..આજ

ઉભી ઉભી ચામર ઢોળું રાજ
લાગો સોહામણા મહારાજ,..આજ

ડોડા એલચી લવિંગ સોપારી
કાથા ચુના પાન બીચ ડારી,..આજ

અપને હાથસે બીડા બનાઉં
મુખસે  ચાવના મહારાજ,…આજ

મોર મુકુટ પિતાંબર સોહે
સુરીનર મુનિજનકે મન મોહે,..આજ

મીરાં કે  ગિરિધર લાલ
દિલબીચ ભરના મહારાજ,..આજ,


–મીરાંબાઈ,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here