ગોપી ,
જશોદા તારા કાનુડાને સાદ કરીને વાર રે,
આવડી ધુમ મચાવે વ્રજમાં કોઇ નહિ પૂછણહાર રે… જશોદા
શીકું તોડ્યું ગોરસ ઢોળ્યું,ઉઘાડીને બ્હાર રે ,
માખણ ખાધુ,વેરી નાંખ્યું, જાણ કીધું આ વાર રે … જશોદા
ખાખા ખોળા કરતા હીંડે બીવે નહી લગાર રે,
મહી મથવાની ગોળી ફોડી, આ શા કહીયે લાડ રે .. જશોદા
વારે વારે કહું છું તમને હવે ન રાખું ભાર રે,
નિત ઊઠીને કેટલું સહીએ,રહેવું નગર મોઝાર રે .. જશોદા
જશોદા ,
આડી, અવળી વાત તમારી, હું નહિ સાંભળનાર રે,
ડાહ્યો ડમરો લાડકો મારો, કદી ન એમ કરનાર રે .. જશોદા
મારો કાનજી ઘરમાં સુતો,ક્યારે દીઠો બહાર રે,
દઈ દુધના તો માટ ભર્યા, પણ ચાખે ના લગાર રે .. જશોદા
શોર કરતી ભલે સહુ આવી, ટોળી વળી દસબાર રે,
નરસૈંયાનો સ્વામી સાચો, જૂઠી વ્રજની નાર રે .. જશોદા,
Jasoda Tara Kanudane Lyrics
Related
error: Content is protected !!