તમે જાણી લ્યો સમંદર સરીખા મારા વીરા રે,
આ દિલતો ખોલીને દીવો કરો રે હોજી,..મારા વીરા રે,
આરે કાયામાં છે વાડિયો રે હોજી,
માંહે મોર કરે છે ઝીંગોરા રે ,..મારા વીરા રે,
આરે કાયા માં સરોવર રે હોજી,
માંહે હંસ કરે છે કરે છે કલ્લોલા રે,..મારા વીરા રે,
આરે કાયામાં છે હાટડા રે હોજી ,
તમે વણજવેપાર કરોને અપરંપારરે,..મારા વીરા રે,
બાઈમીરા કહેપ્રભુ ગિરધરના ગુણ હોજી,
દેજો અમને સંતચરણે વાસેરા રે ,..મારા વીરા રે,
-મીરાંબાઈ,