બંસીવાલા આજો મારે દેશ,
આજો મારે દેશ હો બંસીવાલા આજો મારે દેશ,
તોરી શ્યામળી સુરત હદ વેશ,….બંસીવાલા આજો,
આવન આવન કહ ગયો, કર ગયો કોલ અનેક,
ગણતા ગણતા ઘસ ગઈ જીભા, હારી આંગળીની રેખ,….બંસીવાલા આજો,
એક વન ઢૂંઢી સકલ વન ઢૂંઢી ઢુંઢયો સારો દેશ,
તેરે કારણ જોગણ હોઉંગી કરુંગી ભગવો વેશ ,….બંસીવાલા આજો,
કાગઝ નહીં મારે સ્યાહી નહિ કલમ નહીં લવલેશ,
પંખીનું પરમેશ નહિ કિન સંગ લખું સઁદેશ ,….બંસીવાલા આજો,
મોર મુકુટ શિર છત્ર બિરાજે ઘુંઘર વાળા કેશ,
મીરા કહે પ્રભુ ગિરધર નાગુણ આવોને એણી વેશ,….બંસીવાલા આજો,
-મીરાંબાઈ,