બલિહારી રસિયા ગિરધારી
સુંદિરશ્યામ હો તજી અમને,
મથુરાના વાસી આવા ન બનીયેજી,(2)
વાંસલડી વાગી એવા ભણકારા વાગેછે,
વ્રજ વાટ લાગે હવે ખારી,..સુંદિર શ્યામ
જમુનાનો કાંઠો વાલા ખાવાને દોડે છે
અકળાવી દે છે હવે ભારી,…સુંદિર શ્યામ
વૃંદાવન કેરી શોભા તમ વિણ અમને તો
નજર દીઠી નવ લાગેસારી,..સુંદિર શ્યામ
ગોવર્ધન તોળ્યોવાલા ટચલીઆંગળીયે રે
આમ પર ધાર્યો ગિરધારી,..સુંદિર શ્યામ
બાઈ મીરા કે પ્રભુ ગિરિધર નાગર
સહાય કરી લેજો શુદ્ધ મારી,..સુંદિર શ્યામ,