બોલ મા, બોલ મા, બોલ માં રે,
રાધા ક્રિષ્ના વિના બીજું બોલમાં રે,…રાધા,
સાકર શેરડી નો સ્વાદ ત્યજીને,
કડવો તે લીમડો ઘોળમાં રે,…રાધા,
ચાંદા સુરજ નું તેજ તજીને,
આગિયા સંગાથે પ્રીત જોડમાં રે,…રાધા,
હીરા માણેક જવેરાત તજીને,
કથીર સંગાથે મણી તોલમાં રે,…રાધા,
મીરા કહે પ્રભુ ગિરધર નાગર,
શરીર આપ્યું સમતોલ માં રે,…રાધા,
-મીરાંબાઈ,