રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપુર || RumZum RumZum Nepur Lyrics || Bhajan Lyrics

0
542

રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપુર વાજે,
તાળી  ને  વળી  તાલ  રે,
નાચંતા શામળિયો શ્યામા,
વાધ્યો રંગ  રસાળ  રે,….રૂમ ઝૂમ રૂમ,

ઝાલ ઝબૂકે રાખલડી રે,
મોર મુગટ  શિર સોહે  રે,
થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,
મરકલડે મન  મોહે  રે,….રૂમ ઝૂમ રૂમ,

કોટીકલા તહાં પ્રગટ્યો શશિયર,
જાણે  દિનકર  ઉંદિયો  રે,
ભણે  નરસૈંયો મહારાસ ઝીલે,
માનિની  ને મહા બળિયો રે ,….રૂમ ઝૂમ રૂમ,

-નરસિંહ મહેતા,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here