હરિ મારે હૃદયે રહેજો
પ્રભુ મારી પાસે રહેજો
જોજો ન્યારા થાતાં રે મને
તે દિનનો વિશ્વાસ છે,.(2)
ધનાભગતે ખેતર ખેડ્યું
વેળુ વાવી ઘેર આવ્યા રે
સંતજનોના પાત્ર પૂર્યા
ઘઉંના ગાડા ઘેર લાવ્યારે..મને
જુના ગઢના ચોકમાં
નાગરે હાંસી કીધી રે
નરસૈયાની હૂંડી સ્વીકારી
દ્વારિકામાં દીધી રે…મને
મીરાંબાઈ ને મારવા
રાણાજીએ હઠ લીધી રે
ઝેરનાપ્યાલા અમૃતકરિયા
ત્રિકમ ટાણે પધાર્યા રે…મને
ભીલડીના એંઠાબોર પ્રભુ
તમે હેતે કરીને આરોગ્યારે
ત્રિભોવનના નાથ તમને
મીરાંબાઈએ ગાયા રે…મને