કઠણ ચોટ છે કાળની રે, મરણ મોટેરો માર,
કંઇક રાજા ને કંઇક રાજિયા, હાં રે મેલી ચાલ્યા સઁસાર,
હેતે હરિરસ પીજીએ…
સંસાર ધુમાડાના બાચકા રે, સાથે આવે ન કોઇ,
રંગ પતંગ નો ઉડી જશે, હાં રે જેમ આકડાનુ નૂર,
હેતે હરિરસ પીજીએ…
કેના છોરુ ને કેના વાછરું કેના માય ને બાપ,
અઁતકાળે જાવુ એકલુ , હાઁ રે સાથે પુણ્ય ને પાપ્,
હેતે હરિરસ પીજીએ…
માળી વિણે રુડાં ફુલડાં રે કળીઓ કરે છે વિચાર,
આજનો દિવસ રળિયામણો હાં રે કાલ આપણ શિરઘાત,
હેતે હરિરસ પીજીએ…
થયા તે ત સર્વે જશે રે, નથી કાયા રહેનાર,
મરનારને તમે શું રે રુઓ? હાં રે રોનાર નથી રહેનાર,
હેતે હરિરસ પીજીએ…
દાસ ‘ધીરો’ રમે રંગમાં રે રમે દિવસ ને રાત,
હું અને મારું મિથ્યા કરો , હાં રે રમો પ્રભુ સંગાથ,
હેતે હરિરસ પીજીએ…
Hete Harino Ras Pijiye Lyrics
Das Dhira Bhagat Na Bhajan
Related
error: Content is protected !!